-->
Natural

Featured Post

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24 *RTE હેઠળ પ્રવેશ અંગે* નમસ્તે મિત્રો-------- ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ  વર્ષ ૨૦૨૪-૨૫  માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ…

Menu

UDISE 2022-23ની કામગીરી કરવા બાબત.

 UDISE 2022-23ની કામગીરી કરવા બાબત.


આપ સુવિદિત છો કે, સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતિએ રાજયની ધોરણ ૧ થી ૧૨ ધરાવતી તમામ શાળાઓની UDISE ફોર્મમાં માહિતી મેળવી એકત્રીકરણની કામગીરી કરવામાં આવે છે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯થી UDISE ને વિસ્તૃત કરી ઓનલાઈન UDISE+ (Extended |DISE) કરવામાં આવેલ છે. National Education Policy, 2020 અંતર્ગત ૨૦૩૦ સુધીમાં પ્રિ-શાળા (પૂર્વ પ્રાથમિક) થી માધ્યમિકનો ૧૦૦% Gross Enrolment Ratio કરવા સુધીનો ધ્યેય સિધ્ધ કરવા તેમજ શાળા છોડી ગયેલા ડ્રોપઆઉટ બાળકોને ઓળખીને તેઓને શિક્ષણ પ્રણાલીમાં પરત લાવવાનું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી DISE- અંતર્ગત હાલના Data Capture Formal (DCF) ને Profile & Facility, Teacher અને Student એમ ૩ (ત્રણ) વિભાગમાં વહેંચેલ છે જેમાં Student wise Data નો નવો વિભાગ ઉમેરેલ છે જેથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં આપના જિલ્લાની પૂર્વ પ્રાથમિક થી ધોરણ ૧૨ સુધીના ધોરણ ધરાવતી તમામ શાળાઓના વિદ્યાર્થીઓના નામ સહિતની વિગતો મેળવવાની રહેશે.

સમગ્ર શિક્ષા યોજના અન્વયે જિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષાએ પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના શૈક્ષણિક આયોજન માટે તૈયાર કરવામાં આવતા વાર્ષિક અંદાજપત્રમાં તથા શૈક્ષણિક નીતિ આયોજન તેમજ શિક્ષણને લગતા નીતિ વિષયક નિર્ણયો લેવામાં

રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ U-DISEની માહિતીને આધારભૂત ગણી તેનો ઉપયોગ કરવામાં આવે છે, આ ઉપરાંત RTE અધિનિયમ ૨૦૦૯ ની કલમ-૧૨(૧)(સી) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧માં વિનામુલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયામાં, NMMS- National Means Cum Merit Scholarship Scheme Exam અન્વયે શાળા કક્ષાએ ઓનલાઈન ભરતા વિદ્યાર્થીઓના ફોર્મમાં શાળાનો U-DISE કોડ ફરજીયાત છે તેમજ શિક્ષકોની ભરતી

પ્રક્રિયામાં શિક્ષકોના અનુભવનો આધાર તરીકે માત્ર UISEના વર્ષવાર શિક્ષક રેકર્ડને જ આધારભૂત ગણવામાં આવે છે,

વધુમાં, આપના જિલ્લાનો નામાંકન દર, ડ્રોપઆઉટનો દર, શાળાઓની માહિતી, નામાંકન અને શિક્ષકોની માહિતી UDISE માંથી સરળતાથી મેળવી શકો છો. ઉપરાંત erformance Grading Index (PG) Ranking UDISEની માહિતી પરથી કરવામાં આવે છે જેના પરથી સમગ્ર ભારતમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય જિલ્લાનો ક્રમ નકકી થાય છે. આમ UDISE DATA ની અગત્યતાથી આપ વાફેક છો.

શિક્ષણનો અધિકાર (RTE) અધિનિયમ ૨૦૦૯ ની કલમ-૧૨(૩) તથા ગુજરાત રાઈટ ટૂ એજ્યુકેશનલ રૂલ્સ ૨૦૧૨ માં નિયમ-૧૩(૧)(૪)(ઝ) અને તે સાથેના પરિશિષ્ટ-૨ ના નમુના-રની શરતોની શરત-૧૦ અને ૧૭ અનુસાર દરેક શાળાએ આ માહિતી આપવી ફરજીયાત ઉપરોક્ત તમામ શાળાઓની નોંધણી UDISE અંતર્ગત થવી જરૂરી છે, છે. આ અંગે

વર્ષ ૨૦૨૨-૨૩માં તમામ શાળા UDISEની માહિતી આપે તે રીતનું આયોજન કરવા જણાવવામાં આવે છે, જો કોઈ શાળા આ માહિતી આપવાની ના પાડે તો જે તે વિસ્તારના બી.આર.સી, કો.ઓ. અને સી.આર.સી. કો.ઓ. ને રૂબરૂ મોકલી UDISE ફોર્મની અગત્યતા અને RTE અધિનિયમની સમજ અપાવવી, શાળા પાસેથી UDISEની માહિતી મેળવવાની પ્રાથમિક જવાબદારી સી.આર.સી. કો.ઓ. અને બી.આર.સી. કી.ઓ.ની છે. તેમ છતાં પણ જે શાળા માહિતી ન આપે તો માન્યતા આપેલ અધિકારીશ્રીએ આવી શાળાની માન્યતા તાત્કાલીક રદ કરવા સુધીના શિક્ષાત્મક પગલા લેવા જણાવવામાં

આવે છે.

જિલ્લાકક્ષાએ UDISE+ ની કામગીરી અંગે નીચેની બાબતો ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે,

(૧), જિલ્લા એમ.આઇ.એસ. કો.ઓર્ડિનેટરએ UDISE+ ઓનલાઈન એપ્લીકેશનમાં જિલ્લાના Username

અને Password થી.ogin થઈ પોતાની બ્લોક વાર શાળાઓની વિગતની ખરાઈ કરવાની રહેશે. (ર), જિલ્લા એમ.આઇ.એસ. કો.ઓ.એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં કાર્યરત શાળાઓની યાદી બનાવી UDISE+ ઓનલાઈન એપ્લીકેશનમાં યાદી મુજબ શાળાઓની વિગત જેવી કે, શાળાનું સંચાલન શાળાની કેટેગરી તેમજ શાળાની સ્થિતિ (Operational, Close, Merge and Sanctioned but Not Operational) વગેરેની ખરાઈ કરી સુનિશ્ચિત કરવાનું રહેશે.

(૩). બ્લોક એમ.આઈ એસ. કો.ઓ.એ UDISE School Management Moduleમાં પોતાના બ્લોક્ના Username અને Password થી Login થઈ User Management માં જઈ પોતાના બ્લોકની તમામ સરકારી, આશ્રમ શાળા, સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) ખાનગી શાળા (બિન અનુદાનિત), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, રેલ્વે શાળા, સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓના LOGINDCreate કરવાના રહેશે

(૪) જિલ્લા પ્રોજેકટ કચેરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના તમામ સ્ટાફ, તાલુકાના સ્ટાફને સંકલનમાં રાખી સી.આર.સી.કો.ઓર્ડિનેટર સાથે UDISE વેબસાઈટ પર LOGIN કરવાં તેમજ UDISEતેના ફોર્મની વિગતો ઓનલાઇન ભરવા અંગેની તાલીમનું આયોજન કરવાનું રહેશે,

(૫). તમામ સરકારી, આશ્રમ શાળા, સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ), ખાનગી શાળા (બિન અનુદાનિત), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, રેલ્વે શાળા, સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓની શાળા કક્ષાએથી DISE ઓનલાઈન એપ્લીકેશનમાં એન્ટ્રી કરાવવાની રહેશે. (૬) સી.આર.સી. કો.ઓર્ડિનેટરએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી, આશ્રમ શાળા, મોડલ સ્કૂલ, મોડલ ડે સ્કૂલ, RMSA શાળા, ગ્રાન્ટેડ (અનુદાનિત) અને ખાનગી (બિન અનુદાનિત), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, રેલ્વે શાળા, સૈનિક શાળા તેમજ અન્ય કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં. 


રૂબર ઉપસ્થિત રહીને શાળાના આચાર્ય તથા અન્ય જવાબદાર સ્ટાર્કને શાળા કક્ષાએ OGIN થઈ UDISE+ ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ સમજણ આપવાની રહેશે. (૭). સી.આર.સી.કો.ઓર્ડિનેટરએ રાજ્ય કચેરી દ્વારા નકકી કરવામાં આવેલ સમય મર્યાદામાં શાળાએ UDISE+ ફોર્મની તમામ માહિતી ઓનલાઈન એન્ટ્રી પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે, તેમજ શાળાએ ઓનલાઈન એપ્લીકેશનમાં ભરેલ IS DCFormની હાર્ડ કોપીમાં શાળાએ ભરેલ વિગતોની ખરાઈ શિક્ષક તથા એસ.એમ.સી.ના અધ્યક્ષસભ્યની હાજરીમાં સ્થળ પર જ કરવાની રહેશે. શાળાના આચાર્ય, જો કોઈ ક્ષતિ જણાય તો તુરંત આચાર્યશ્રીનું ધ્યાન દોરી તેમાં સુધારો કરવાનો રહેશે. ત્યારબાદ જ શાળાએ ભરેલ DISE+ DCF Form આચાર્યના સહી-સિક્કા સાથે જમી લેવાનું રહેશે. તેમ છતાં જો

ભરેલ માહિતીમાં કોઈ ક્ષતિ જણાશે તો તેની તમામ જવાબદારી સી.આર.સી.કો.ઓર્ડિનેટરની રહેશે, (૮). ભરાયેલ ફોર્મ સી.આર.સી. કક્ષાએથી તાલુકા કક્ષાએ પરત લેતાં પહેલા બી,આર,સી.કો.ઓ. બે તમામ સી.આર.સી.કો.ઓ. પાસેથી તેમના તાબા હેઠળની તમામ શાળાઓના UDISE+ ફોર્મ ૧૦૦% ચકાસેલ છે તેવું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. (૯), તમામ બી.આર,સી.કો.ઓ. એ તેમના તાલુકાની તમામ શાળાઓ પૈકીના ૧૫% ફોર્મ જાતે

તપાસવાનો રહેશે, જો કોઈ ક્ષતિ જણાય તો સી.આર.સી.કો.ઓ. નું ધ્યાન દોરી તે ક્ષતિ દૂર કરાવવાની

રહેશે.

(૧૩), માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાની તમામ શાળાના UDISE+ ફોર્મની જિલ્લા

શિક્ષાધિકારીશ્રીના તમામ સ્ટાફ, AE અને EI દ્વારા ચકાસણી કરવાની રહેશે, (૧૧) જિલ્લા કક્ષાની સમગ્ર શિક્ષા કચેરીની દરેક શાખાના કો.ઓર્ડિનેટરે તેમની શાખાને લાગુ પડતી વિગતો ચકાસવાની રહેશે, જેમાં..

જિલ્લા પ્રોજેકટ ઇજનેર તેમજ TRPએ સિવિલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી તમામ વિગતોની ચકાસણી કરવાની રહેશે. જિલ્લા હિસાબી અધિકારીએ શાળાઓને મળતી વિવિધ ગ્રાન્ટ તથા ખર્ચની વિગતોની ચકાસણી ॥.

L

કરવાની રહેશે. જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓ.એ શાળાનું સરનામું, પિનકોડ, અક્ષાંશ-રેખાંશ, શાળાની કેટેગરી,

શાળાનું મેનેજમેન્ટ, જ્ઞાનકુંજ, સ્માર્ટ કલાસ, ICT લેબ, કમ્પ્યુટર લેબ, ઇન્ટરનેટ સુવિધા, DHRU Band વગેરે જેવી મુખ્ય માહિતી ખાસ ચકાસવાની રહેશે. ઉપરાંત તમામ શાખાઓની વિગતોમાં કોઈ ક્ષતિ છે કે કેમ તે પણ ચકાસવાનું રહેશે. ૫. જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન કો.ઓર્ડિનેટરએ કન્યાઓનું નામાંકન અને કન્યાઓને લગતી

સેનીટેશનની સુવિધા, કે જી,બી,વી,ને લગતી તમામ બાબતો ચકાસવાની રહેશે,

જિલ્લા આઈઈડી આઈઈડી કો.ઓર્ડિનેટરએ શાળામાં કેટેગરીવાર દિવ્યાંગ બાળકની ખરાઈ

કરવાની રહેશે જેમાં શાળાએ દર્શાવેલ દિવ્યાંગ બાળકો તેની સાચી કેટેગરી મુજબ છે કે નહિ તે

ચકાસવાનું રહેશે.

VI. જિલ્લા કવોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ) કો.ઓ.એ બી.આર.સી. સી.આર.સી.કો.ઓ.ને મળતી તાલીમ તથા શાળા મુલાકાતની સંખ્યાની વિગતો, શાળાના શિક્ષકોને મળતી તાલીમ, શાળા સંકુલમાં આવેલ આંગણવાડી તથા બાળ વાટિકાની વિગત, પ્રિ-પ્રાયમરી વિભાગ (નર્સરી, જુનીયર કે,, અને સિનીયર કે.જી,) ની વિગતો તેમજ શાળાને મળેલ પાઠ્ય પુસ્તકની માહિતીની ચકાસણી કરવાની રહેશે.

VII.

જિલ્લા અલ્ટરનેટીવ સ્કૂલીંગ એકસેસ કો.ઓ.એ શાળાના બાળકોને મળતી ટ્રાન્સપોર્ટેશન,

નિવાસી શાળાની વિગત, શાળા બહારના બાળકોની વિગત, સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત વોકેશનલ એજ્યુકેશનને લગતી તમામ વિગતો ચકાસવાની રહેશે.

VIII. વર્ષ ૨૦૨૧-૨૨થી Performance Grading Index (PGI) Rankingને લગતી ૯૯% માહિતી UDISE+ માં દર્શાવેલ ડેટા પરથી કરવામાં આવે છે, જેથી Performance Grading Index (PGI)માં આવરી લેવામાં આવેલ UDISE સૂચકાંકોની તમામ જિલ્લા કો.ઓર્ડિનેટરએ વિગતો ચકાસવાની રહેશે.

(૧૨). તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સરકારી શાળાઓના શિક્ષકોના મહેકમ તથા નામાંકનની વિગતો, RTE હેઠળ ૨૫% મુજબ ખાનગી શાળામાં પ્રવેશ મેળવેલ બાળકોની માહિતીની ચકાસણી કરવાની રહેશે,

(૧૩), UDISE+ અંગેની તમામ મિટીંગ અને તાલીમ પ્રોગ્રામમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સાથે મળી આયોજન કરવું તેમજ અને અધિકારીશ્રીએ સમયાંતરે આ અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરવાની રહેશે. (૧૪), UDISE← ને લગતી તાલીમનો ખર્ચ ચાલુ વર્ષના બજેટમાં મેનેજમેન્ટ હૈંડ હેઠળ ઉધારવાનો રહેશે.

સમગ્ર શિક્ષાના તમામ સ્ટાફે સદર કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી તેમજ (જલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને શાસનાધિકારીશ્રીએ USE"ની માહિતીની અગત્યના સમજી દર અઠવાડિયે આ કામગીરીની પ્રગતિ અંગેની રિવ્યુ બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવી, સમગ્ર જિલ્લાની શાળાઓના Profile & Facility, Teacher વિભાગની ઓનલાઈન કામગીરી 10 Februarv, 2023 સુધીમાં જયારે Student wise Data ની ઓનલાઈન કામગીરી 31 March, 2023 સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email