-->
Natural

Featured Post

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24 *RTE હેઠળ પ્રવેશ અંગે* નમસ્તે મિત્રો-------- ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ  વર્ષ ૨૦૨૪-૨૫  માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ…

Menu

પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત

પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત 


વિષય:-પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત 

 NEP-2020 અંતર્ગત શાળા શિક્ષણ માટેની ભલામણોના આધારે પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળાનો મહત્તમ ઉપયોગ થાય તે અનિવાર્ય છે.વધુમાં A5-2021ના પરિણામ અન્વયે રાજ્ય કક્ષાએથી કરવાની થતી કામગીરી સંદર્ભે બાળકોમાં વાંચન ક્ષમતા વિકસે તે હેતુથી શિક્ષણ મંત્રાલયની પુસ્તકાલય માર્ગદર્શિકા ધ્યાને લેવી અનિવાર્ય છે. આથી પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલયનો મહત્તમ ઉપયોગ થાય તે માટે નીચેની માર્ગદર્શક બાબતો ધ્યાને લેવાની થાય છે.

(અ) પુસ્તકાલય માટે માર્ગદર્શક બાબતો:

(1) શાળાઓ દ્વારા દર અઠવાડિયે દરેક વર્ગદીઠ ઓછામાં ઓછા 2 તાસ જે પુસ્તકાલય તાસ તરીકે સમયપત્રકમાં ગોઠવવામાં આવે. (2) બાળકોમાં વિશ્લેષણાત્મક અને લેખન કૌશલ વિકસે તે હેતુથી બાળકો પુસ્તકાલયમાંથી જે પુસ્તકો

વાંચે તેનું તેઓ સાહિત્યિક સમીક્ષાલેખન (રીવ્યુ-ટૂંકસાર) રજૂ કરે. (૩) બાળકોએ જે વાર્તા વાંચી હોય તે વાર્તા વર્ગના અન્ય બાળકોને કહે.

(4) પુસ્તકવાંચનને સહ અભ્યાસિક પ્રવૃત્તિના ભાગ તરીકે વણવી જોઈએ. (5) શાળામાં શિક્ષકની ગેરહાજરીના પ્રસંગે પુસ્તકાલયનો ઉપયોગના વિકલ્પ તરીકે લઈ શકાય. (6) પુસ્તકાલય સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા થાય તથા અઠવાડિક પખવાડિક પુસ્તકની લેવડ-દેવડગોઠવી શકાય.સાથે સાથે પ્રયોગશાળા માટે નીચેની બાબત ધ્યાને લેવી.

(બ) પ્રયોગશાળા માટે માર્ગદર્શક બાબત

શાળામાં ઉપલબ્ધ સ્ટેમ લેબ અથવા અન્ય રીતે ઉપલબ્ધ પ્રયોગના સાધનોનો બાળકોની વય કક્ષા મુજબ મહત્તમ ઉપયોગ થાય જેથી વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના અધ્યયન અને અધ્યાપન કાર્યને વધુ સુદ્રઢ બનાવી શકાય

પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત 


ઉપરોક્ત માર્ગદર્શક બાબતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,શાસનાધિકારી તેમજ પ્રાચાર્યએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય અને પ્રયોગશાળા બાબત 

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email