-->
Natural

Featured Post

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24 *RTE હેઠળ પ્રવેશ અંગે* નમસ્તે મિત્રો-------- ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ  વર્ષ ૨૦૨૪-૨૫  માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ…

Menu

રેલ્વા આશ્રમ શાળા વિદ્યાસહાયક ભરતી 2022

રેલ્વા આશ્રમ શાળા  વિદ્યાસહાયક ભરતી 2022

રેલ્વા આશ્રમ શાળા  વિદ્યાસહાયક ભરતી 2022 : વિદ્યાસહાયક ભરતી 2022 : આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા સંચાલીત આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા.ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમશાળા રેવા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદામાં ધો-૬ થી ૮ માટે “વિદ્યાસહાયક” ની જગ્યા ભરવા માટે માટે અરજી મંગાવામાં આવી છે, આશ્રમશાળા રેલ્વા ભરતી 2022 , વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.

રેલ્વા આશ્રમ શાળા  વિદ્યાસહાયક ભરતી 2022

સંસ્થાનું નામ- આશ્રમશાળા રેલ્વા  તા.ડેડિયાપાડા,જિ.નર્મદા

પોસ્ટનું નામ- વિદ્યાસહાયક

કુલ જગ્યા -01

છેલ્લી તારીખ-જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 31/08/2022 )

અરજી મોડ-ઑફલાઇન

શૈક્ષણિક લાયકાત

લાયકાત : બી.એ. બી.એડ/ પી.ટી.સી.

વિષય : સામાજીક વિજ્ઞાન – ગુજરાતી

રીમાકર્સ અપર પ્રાથમિક વિભાગની ટેટ-૨ પરીક્ષા પાસ

જાતિ : સા.શૈ.પછાત

રાજય સરકાર દ્વારા અપર પ્રાથમિક વિભાગનાં વિદ્યા સહાયકની નિમણૂંક માટે નકકી થયેલ TET-2 પરીક્ષા પાસ હોવી જોઇએ. તથા સરકારશ્રી એ નકકી કરેલ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઇએ.

રેલ્વા આશ્રમ શાળા આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડયાના પ્રમાણપત્રથી લઇને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ સદર જગ્યા સા.શૈ.પછાત વર્ગની અનામત હોય, સક્ષમ અધિકારી દ્વારા મેળવેલ જાતિનું પ્રમાણપત્ર તેમજ તાજેતરનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે બાબતનું (નોન કિમિલેયર સર્ટીફિકેટ) પ્રમાણપત્ર સહિત સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજીસ્ટર એ.ડી. થી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે.

સ્નાતક કક્ષાએ ગૌણ વિષય ગુજરાતી હોઇ સ્નાતક ની (બી.એ) ની તમામ માર્કશીટ તેમજ અન્ય આધાર રજુ કરવા, રજી.એ.ડી. થી કરેલ અરજીમાં સમાવેશ કરેલ રાજય સરકાર દ્વારા માન્ય લાયકાતના પ્રમાણપત્રો, ગુણપત્રકો ને જ ધ્યાને લેવામાં આવશે. પાછળથી રજુ કરેલ કોઇ લાયકાત, પ્રમાણપત્ર ધ્યાને લેવામાં આવશે નહી. તેમજ અધુરી વિગતની અરજીઓ તથા મુદત બહારની અરજી ફાઇલે કરવામાં આવશે.

ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ મે,આદિજાતિ વિકાસ અધકિારીશ્રીની કચેરી રાજપીપલા, જિ.નર્મદા, જિલ્લા સેવા સદન રાજપીપલા ખાતે મોકલી શકશે.

અરજી મોકલવાનું સરનામું :

આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા , મુ.પો. નિવાલ્દા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદા , પી.ન – 393040.

મહત્વપૂર્ણ તારીખો:

જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 31-08-2022)

મહત્વપૂર્ણ લિંક

ભરતી જાહેરાત જુઓ અહીંથી 



Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email