-->
Natural

Featured Post

Vacation Home Work std 1 to 8

Vacation Home Work std 1 to 8 0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young pe…

Menu

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા-૨૦૨૨
SEB:-SSE-PSE EXAM NOTIFICATION

- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા: જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ

શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.

ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. નોંધ- જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને

નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી,

* અભ્યાસક્રમ:

- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૧ થી ૫ સુધીનો રહેશે.

-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ-૬ થી ૮ સુધીનો રહેશ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્રપ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી.

* ઓનલાઇન અરજી કરવાની રીત:

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારતા.૨૨/૦૮/૨૦૨૨(બપોરના ૧૫.૦૦) થી તા.૦૬/૦૯/૨૦૨૨ (રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન www.sebexam.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક confirm કર્યા બાદ ફી મર્યા પછી જ અરજી માન્ય ગણાશે  સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.સૌ પ્રથમ www.sebexam.org પર જવું."Apply online ઉપરClick કરવું. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા "માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)સામે Apply Now > Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં પર Click કરવું.આવેલ તમામ માહિતી ભરવાની રહેશે. શાળાએ કરવાની કાર્યવાહી  વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાનીરહેશે.  આવેદનપત્રો જમા કરાવવા બાબત હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડકોપી રાજય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે નહિ, જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી.

* પરીક્ષાના સંચાલન માટેની સૂચનાઓ ::

- પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા(ધોરણ-૬) અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯) બન્ને પરીક્ષાઓના સંચાલનની તમામ કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ દ્વારા કરવાની રહેશે.

માર્ગદર્શક સૂચનાઓ:

• જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓએ શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ શાળાઓમાં આ જાહેરનામાંની નકલ તા.૨૨/૦૮/૨૦૨૨ સુધીમાં ફરજીયાતપણેપોંહચાડવાની રહેશે.

વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાતી હોઈ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર ફાળવવાના રહેશે. હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડકોપી જમા કરાવવાની પધ્ધતિ બંધ કરેલ છે. ફકત જે ઉમેદવાર મેરીટમાં આવે તેના આવેદનપત્રોની ચકાસણી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની કચેરી દ્વારા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કક્ષાએથી કરવાની રહેશે.

અગત્યની સૂચનાઓ ::

- અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.

જિલ્લા કક્ષાએથી પ્રકાશિત થતા શૈક્ષણિક મેગેઝિન વર્તમાનપત્રોમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લે તેવા પ્રયત્નો કરવાના રહેશે.

વિદ્યાર્થીના હિતને ધ્યાને લઇ, જિલ્લાની દરેક શાળામાંથી ઓછામાં ઓછા ૫(પાંચ) વિધાર્થીઓના આવેદનપત્ર ભરાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.

જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે. સુધારો થયાના ૨૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.






આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે. સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email