-->
Natural

Featured Post

Vacation Home Work std 1 to 8

Vacation Home Work std 1 to 8 0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young pe…

Menu

Ganit Vigyan Mandal (Maths Science Club) Activities

Ganit Vigyan Mandal (Maths Science Club) Activities :

ગણિત અને વિજ્ઞાન એ એવા વિષયો છે કે જે અમૂર્ત અરૂપ અને સાતત્યપૂર્ણ છે. જે બાળકોને ચોકસાઈના સીમાડા સર કરવામાં મદદરૂપ થાય છે. આપણે એવા ચિત્રો અને નમૂનાઓ તૈયાર કરીએ કે જેનાથી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પણ મળે, બાળકો પાસે જ એવી વસ્તુઓ દ્વારા મોડેલ્સ બનાવડાવીએ કે બાળક વાતાવરણમાંથી શોધી લાવવામાં પણ આપણને મદદરૂપ બને આમ બાળકોની જીજ્ઞાસા, અહમને સંતોષી શકાશે. જ્યારે બીજી તરફ બાળકો મોડેલ્સ બનાવવા માટે વસ્તુઓ શોધી આપવામાં આપણને મદદરૂપ પણ થઇ શકશે.


ગણિત-વિજ્ઞાન મંડળ અંતર્ગત આ મોડ્યુલ વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં દરેક બાળક સહજ અને સરળતાથી ગણિત અને વિજ્ઞાન વિષયો શીખે, ગમ્મત સાથે જ્ઞાન મેળવે, ગણિતની આંકડાકીય માયાજાળથી ગભરાયા વગર જીવનમાં ગણિત અને વિજ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ કરતા શીખે. બાળકો નવું જાણે તથા તેનામાં અંધશ્રધા-વહેમો દૂર થાય તેમજ જીવનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવતા થાય તે હેતુ માટે ગણિત-વિજ્ઞાન મંડળ અંતર્ગત અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.


શાળા કક્ષાએ ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃતિઓ યોજવામાં આ મોડ્યુલ ખૂબજ ઉપયોગી થશે તેવી આશા છે. આ મોડ્યુલનો શાળા કક્ષાએ કરવાની પ્રવૃતિઓમાં વધુને વધુ ઉપયોગ થાય.

ગણિત-વિજ્ઞાન મંડળ વિશે... --

ગણિત કે વિજ્ઞાન સહેલું કે અઘરું એ પ્રશ્ન જ બરાબર નથી. વ્યક્તિના તર્ક વિકાસનું મૂલ્ય એ ગણિત-વિજ્ઞાન દ્વારા જાણી શકાય છે, કોઈ પણ વ્યક્તિના તર્કનો વિકાસ કરવો હોય તો અનેક ગણિતિય કસરતો રમતો દ્વારા શક્ય છે. આ માટે પોરબંદર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન મંડળની રચના કરવામાં આવી છે.


આ મોડ્યુલ દ્વારા દરેક પ્રાથમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન મંડળની વિવિધ પ્રવૃતિઓ કરાવવાથી બાળકોમાં તર્ક શક્તિ, નિર્ણય શક્તિ, નિરીક્ષણ શક્તિ, ચોક્કસાઈ, અવલોકન શક્તિ, વગેરે જેવા કૌશલ્યોનો વિકાસ કરી શકાશે. તેમજ આ મોડ્યુલમાં ગણિત-વિજ્ઞાન મંડળનો હેતુઓ, રચનાનું માળખું, વિવિધ પ્રવૃતિઓ, વિવિધ દિવસોની ઉજવણી, મહાન ગણિતશાસ્ત્રીઓ મહાન વૈજ્ઞાનિકો, શૈક્ષણિક વેબસાઈટસ, સંદર્ભ પુસ્તકો, વિવિધ સામયિકો જેવા વિષયો આવરી લઇ તૈયાર કરવામાં આવેલ છે,


શિક્ષક તરીકે આપણે એટલું જાણવું ઘણું જ મહત્વનું છે કે જેને આપણે પાયાનું શિક્ષણ આપવા જઈ રહ્યા છીએ તેના નવા દ્રષ્ટિબિંદુ અને સાચા અભિગમને બિલકુલ સ્પષ્ટ કરવા પડશે. એ જ અભિગમથી ગણિત-વિજ્ઞાન વિષયોની સીમા નિર્ધારીત કરી શકીશું અને એટલા જ કારણોસર બાળકો માટે અઘરી બાબતોને સહેલાઈથી સ્પષ્ટ કરવા માટે ૧, ચિત્રો, ૨, આલેખ ૩. મોડેલ્સ ૪, પ્રોજેક્ટ્સ ૫. આકૃતિઓ ૬. પ્રયોગો ૭. ચાર્ટસ વગેરે કાર્ય દ્વારા વિસ્તૃત માહિતી મારફત સૂઝ અને સમજ દ્વારા જીવંત રસ પેદા કરી પાયાના શિક્ષણમાં સહાયક અને પ્રોત્સાહક બની શકીશું.

ગણિત-વિજ્ઞાન મંડળ મોડ્યુલ અહીંથી ડાઉનલોડ કરો

Masvar Ayojan and Activities :

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email