-->
Natural

Featured Post

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24

RTE અંતર્ગત ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ જાહેરાત 2023/24 *RTE હેઠળ પ્રવેશ અંગે* નમસ્તે મિત્રો-------- ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ  વર્ષ ૨૦૨૪-૨૫  માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ…

Menu

પ્રેરણા કેન્દ્ર વડનગર ખાતે શૈક્ષણિક પ્રવાસના આયોજન બાબત

પ્રેરણા કેન્દ્ર વડનગર ખાતે શૈક્ષણિક પ્રવાસના આયોજન બાબત 

વિષય: પ્રેરણા કેન્દ્ર વડનગર ખાતે શૈક્ષણિક પ્રવાસના આયોજન બાબત 

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઐતિહાસિક નગર એવા વડનગરના સાંસ્કૃતિક વારસા અન્વયે લોક જાગૃતિ કેળવાય તથા સાંસ્કૃતિક વારસાના બહોળા પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી ગુજરાત રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ માટે વડનગર ખાતે શૈક્ષણિક પ્રવાસ આયોજિત કરવાના થાય છે. આ માટે આપની કક્ષાએથી જિલ્લામાં નીચે મુજબનું સંભવિત આયોજન અત્રેની કચેરીને મોકલી આપશો..

વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખશો.સરકારી અને અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો  પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ ધ્યાને લેવા છતાં પણ ધોરણ 6 કરતાં નીચેનાંધોરણના વિદ્યાર્થીઓમાંથી જો કોઈ વિદ્યાર્થી સાંસ્કૃતિક વારસા અંગે જાણવા ઈચ્છતો હોય અથવા સક્રિય હોય તો તેનો સમાવેશ કરવો.માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓની પસંદગી કરવીછતાં પણ ધોરણ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ આવવા ઈચ્છતા હોય તો તેનો પણ સમાવેશ કરવો. - એક બેચમાં 100 વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને લઈ આયોજન કરવું જેમાં પ્રાથમિક વિભાગના 60%બાળકો અને માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના 40% બાળકો સમાવિષ્ટ કરવા,સામાજિક અને આર્થિક સ્ટારના તમામ વર્ગના બાળકોનું સપ્રમાણ જાળવવાનું રહેશે.પ્રવાસના ખર્ચની બાબત માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખશો.




- રાજ્યના મહેસાણા જિલ્લા સિવાય તમામ જિલ્લાઓએ 5 લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. જ્યારે મહેસાણા જિલ્લાને 20 લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે.વિદ્યાર્થીઓને જિલ્લા મથકેથી વડનગર સુધી લાવવા તથા પરત લઈ જવા માટે અંતર તથા સમયને ધ્યાને લઈ વ્યવસ્થા અને ખર્ચ અંગેનું આયોજન કરવાનું રહેશે. - લાંબા અંતરના પ્રવાસ માટે વિદ્યાર્થીઓ માટે જમવાની અને નાસ્તાની વ્યવસ્થા અંગેના ખર્ચનું
આયોજન કરવાનું રહેશે. • બસની બેઠક કેપેસિટી મુજબ વિદ્યાર્થીઓની બેચ બનાવવાની રહેશે. • વિદ્યાર્થીઓને વડનગર સુધી લાવવા તથા પરત લઈ જવા માટે એસ.ટી. નિગમ તરફથી જે બસફાળવવામાં આવે તેનો ઉપયોગ કરવાનો રહેશે. ૮ ઉપરોક્ત સંભવિત સમગ્ર આયોજન તથા અમલીકરણ આપની કક્ષાએથી આપના જિલ્લાના શિક્ષણઅધિકારીશ્રી તથા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સાથે સંકલનમાં રહી કરવાનું રહેશે.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email